Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

જસદણ કોર્ટમાં લોક અદાલત યોજાઇ

 

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૧૭ : જસદણ તાલુકા લીગલ સેવા સમિતિના સેક્રેટરી જે. એ.સોયા  યાદીમાં જણાવે છે કે રાષ્‍ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સમાધાન પૂર્વક નિકાલ કરવામાં આવેલ અને સ્‍પેશિયલ સીટીગમાં કુલ ૧,૪૭,૯૯૫/- નો દંડ વસૂલવામાં આવેલ તેમજ -લિગેશનમાં ૩૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ અને રૂ /- ૨,૪૧,૬૨૦/- નો સમાધાન કરવામાં આવેલ, જેમાં બેંક અને પીજીવીસીએલનાં કેસો નો સમાવેશ થાય છે. રાષ્‍ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સુખાકારી નિકાલ કરવામાં આવેલ, આ તબક્કે જસદણ તાલુકા સેવા સમિતિના ચેરમેન પી.એન. નવીન તેમજ વી.એ. ઠક્કર તેમજ રજીસ્‍ટ્રાર એમ.બી. પંડ્‍યાએ  તમામ વકીલો તેમજ પક્ષકારો અને વિવિધ વિભાગમાંથી પધારેલા અધિકારીઓનો આભાર વ્‍યક્‍ત કરેલ.  તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની યાદીમાં જણાવાયેલ છે.

(11:16 am IST)