Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

હળવદના અમરાપર નજીક ગોજારી ઘટના:રેતી વોસનાં હોજમાં ડૂબી જતાં માતા પુત્રનું કરૂણમોત

હોજમાં કપડા ધોવા ગયા હતા: માતા-પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો

હળવદના અમરાપર ગામ નજીક ગોજારી ઘટના સામે આવી છે. રેતી વોસનાં હોજમાં ડૂબી જતાં માતા પુત્રનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુધવારે બપોરે કુસુમબેન હોજમાં કપડા ધોવા ગયા હતા. જે દરમિયાન તેમની સાથે તેમનો ત્રણ વર્ષનો પુત્ર પણ હતો. મોડી સાંજ સુધી બન્ને ઘરે ન આવતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ તેમના ચપ્પલ હોજ પાસે મળી આવતા ડૂબી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી

 . આજે વહેલી સવારે માતા પુત્રના મૃતદેહ હોજમાંથી મળી આવ્યા હતા. જે બાદ હળવદ પોલીસે ઘટના અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ કુસુમબેન વિક્રમભાઈ તડવી છે જ્યારે તેમના પુત્રનું નામ અર્પણ છે. માતા-પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

(1:04 am IST)