Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

લલિત વસોયાના ગઢમાં ગાબડું : રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ અગ્રણી સુભાષ માકડીયા ભાજપમાં જોડાયા

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા એ કેસરીયો ખેસ પહેરાવ્યો :તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે માં ધારાસભ્યની હોમપીચ માં ભાજપે દાવ ખેલ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી:   કોંગ્રેસના ગઢ ગણાતા ધોરાજી મા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના નેતા સુભાષભાઈ માકડીયા કોંગ્રેસ છોડી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા ની જેતપુર ખાતે ઓફિસમાં કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

તાજેતરમાં જ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ભાજપમાં મોટી સંખ્યાના કાર્યકર્તાઓ સાથે જોડાયા બાદ કોંગ્રેસને અને ખાસ કરીને લલિત વસોયા ને બીજો ફટકો તેમની ફોજ માં પડ્યો છે હાલમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયમાં જ તાલુકાના દિગ્ગજ ગણાતા નેતાઓ ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે

સુભાષભાઈ માકડીયા સાથે અતુલભાઇ ઝાલાવાડીયા સહિતના અનેક કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા આ સાથે ધોરાજી ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા એ પણ સુભાષભાઈ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ જણાવેલ કે હાલમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપને સમર્થન આપી રહ્યા છે

આવા સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા એ  કોંગ્રેસમાંથી આવેલા સુભાષભાઈ માકડીયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ની અંદર ભાજપનો ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી

(3:51 pm IST)
  • હવે પછીના બે દિવસ તાપમાનમાં થોડો વધારો થશે: દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદની સંભાવના : આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારાની હવામાન વિભાગ તરફથી આગાહી થઈ છે. જ્યારે ગુરુવાર ૧૮ તારીખે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. access_time 12:58 am IST

  • વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠક નહીં મળે પાટીલનો લલકાર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વડોદરા ખાતે ધડાકો કરતા કહ્યું છે કે વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠકો નહીં મળે. રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યુ છે તે જનતા સહન નહિ કરે. access_time 12:45 am IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST