Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ખંભાળીયાના ઇલેકટ્રીક શો રૂમના ગોડાઉનમાં વિકરાળ આગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ : શહેરના જડેશ્વર રોડ પર આવેલભારતે ઇલેકટ્રીક નામના શોરૂમના ગોડાઉનમાં આજે સાડાબારેક વાગ્યે અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકો તો ગોડાઉન માલિક લખમણભાઇ સહિતના દોડી આવ્યા હતા. અને ખંભાળિયા નગર પાલિકાના ફાયર ફાયટને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ દોડી આવી ગોડાઉનમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ગોડાઉનમાં ફ્રિજ સહિતના ઇલેકટ્રીક ઉપકરણો અને ફ્રિજના ગેસ સિલીન્ડર હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.

(3:34 pm IST)