Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોરબી સહિત ૩ જીલ્લાની ચોરીમાં ૧૧ વર્ષથી વોન્ટેડ ગોપાલ વણઝારા પકડાયો

એલસીબી અને ફર્લો સ્કવોડે પંચમહાલ પંથકમાંથી દબોચી લીધો

 મોરબી તા. ૧૭ :.. હળવદ, સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા અને પાટડી પોલીસ સ્ટેશનના જીઇબી ના ઇલેકટ્રીક વાયરોની ચોરીના અલગ અલગ ચાર ગુન્હામાં ૧૧ વર્ષથી નાસ્તા ફરતા અરોપીને મોરબી એલ. સી. બી., પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા ડી. જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી એલ. સી. બી. પી. આઇ. વી. બી. જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના ચંદ્રકાંતભાઇ વામજા, મુકેશભાઇ જોગરાજીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મુકેશભાઇ વાસાણી સહિતની ટીમે હળવદ અને દસાડા પોલીસ મથકના આઇ. પી. સી. ૩૭૯, ૧૧૪, તથા પાટડી પોલીસ મથકના ઇ. પી. કો. કલમ ૩૭૯ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ગોપાલ ઉર્ફે ટીના ગણપતભાઇ વણઝારા રહે. ખીલોડી જી. પંચમહાલ વાળાને ખીલોડી ગામેથી હળવદ પોલીસ મથક લાવી અટક કરી મોરબી એલ. સી. બી., પેરોલ ફર્લો સ્કવોર્ડ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:06 pm IST)