Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગુંડાગીરીનાં વિરોધમાં કાલે થાનગઢ બંધ

અસામાજીક તત્વો દ્વારા ખંડણી, ખૂનની ધમકી સહિતના બનાવો સામે આક્રોશ

વઢવાણ,તા.૧૭: થાન શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની નિષ્ક્રિયતાના કારણે લુખ્ખા તત્વોએ માઝા મુકી છે. વારંવાર ખંડણી માગવી, હુમલા કરવા, ખંડણી ન આપે તો માર મારવો, મારી નાખવાની ધમકી આપવાના બનાવો અવારનવાર બનતા હોય થાનના વેપારીઓ દહેશત ભરી પરિસ્થિતિમાં દ જીવી રહ્યા છે ત્યારે વેપારી મંડળ દ્વારા મંગળવારે થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે.

થાનના લુખ્ખાઓએ બેફામ બની વારંવાર વેપારીઓ પાસેથી મફતમા માલ લઈ જવો, ખંડણી માગવી માલના આપે કે ખંડણી નીઙ્ગ રકમ નઙ્ગ આપેતો ગેંગ બનાવી વેપારીઓ ઉપર હુમલા કરવા, મર મારવા જેવા બનાવો પ્રતિદિનઙ્ગ બની રહ્યા છે. ત્યારે વેપારીઓને થાન પંથકમાંથી હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ જાણે કે લુખ્ખા તત્વો ને છાવરી રહ્યાનુંઙ્ગ જણાઈ રહ્યું છે. અને પોલીસ પગલાં ભરતી નથી જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સજ્જન માણસો એ થાનમાં રહેવું દુષ્કર બની ગયું છે. ત્યારે આ બાબતનો તાત્કાલિક નિકાલ કરવાની માગ સાથેઙ્ગ આવતીકાલે મંગળવારના રોજ વેપારી મંડળ દ્વારા થાનગઢનું બંધનું એલાન આપવામાં આવ્યું છે જે બંધમાં ચા પાનના ગલ્લા થી લઇ શાકમાર્કેટ પણ જોડાશે. આ બાબતે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આવતા દિવસોમાં અનિશ્યિત મુદતનું પણ બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(1:06 pm IST)