Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

૬૯ દિવસથી ચાલતા આંદોલનમાં મહિલાઓની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવારમાં

દસાડા - લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી સહિતના દોડી ગયા

વઢવાણ તા. ૧૭ : ઓબીસી - એસસી અને એસટીની ૬૯ દિવસથી આંદોલન કરતી બહેનો પૈકી કેટલાકની હાલત બગડતા રાત્રે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરતા રાત્રે ૧.૨૦ વાગ્યે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની મુલાકાતે દસાડા લખતરના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને બીજા ઓબીસી એસસી સમાજના આગેવાનો - રાજકીય આગેવાનો રાત્રિના સમયે તાત્કાલિક  હોસ્પિટલે પહોંચ્યા હતા અને ઓબીસી એસસી અને એસટી ના ઉપરથી આંદોલનની તબિયત લથડતાં તાત્કાલિક અસરથી દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તાત્કાલિક અસરે હોસ્પિટલ પહોંચી અને ઉપવાસીઓની તબિયત લથડતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવેલ હતી.ે હાલમાં ઉપવાસીઓની તબિયત લથડતા ભારે શોક છવાયો છેેે.

છેલ્લા ઓગણ સિત્તેર દિવસથી ચાલતા આવતા આંદોલન છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું ન હોવાના કારણે વિરોધ પક્ષમાં પણ રોષ છવાઇ જવા પામ્યો છે ત્યારે તાત્કાલિક અસરે ઘટતું કરવા માટેની માંગ ઉઠવા પામેલ છે.

(1:02 pm IST)