Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માણવદરમાં પૂ. નિત્ય સ્વરૂપદાસજીનું સન્માન

માણાવદરઃ અહી ૧૧ વખત ભગવાન સ્વામીનારાયણ પધાર્યા અને માણાવદરની ક્ષારવતી નદીમાંં સ્નાન કર્યુ ગાંધી ચોક સ્થિત પ્રાચીન મંદિરમાં પધાર્યા તે સ્થળે કુવામાં સ્નાન કર્યુ ત્થા તેઓએ આરામ ફરમાવેલ તે ઢોલીયો સહીત અનેક દુર્લભ પ્રસાદી અહી આજે રરપ વર્ષ પહેલાની મંદિરમાં છે. ત્થા અહી સત્સંગ કર્યો તેથી માણાવદરની ભૂમિ હરિભકતોમાં તીર્થ સ્થાન સમુ અનેરૂ સ્થાન છે પ.પૂજય સદ્દગુરૂ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આચાર્ય પક્ષમાંથી દેવપક્ષમાં જોડાય તેથી તેઓનું આ પવિત્રધામમાં સ્વાગત સાથે ભવ્ય સન્માન સમારોહ યોજાયો તેમાં પ.પૂ. સદ્દગુરૂ નિત્ય સ્વરૂદપદાસજી સ્વામી તથા નવદિક્ષિત પરમહંસ સંતોનું માણાવદરના લોકપ્રિય સ્વામીનારાયણ મંદિરના કોઠારી શ્રી મોહનપ્રકાશદાસજી ત્થા સમગ્ર હરિભકતો ભાઇઓ-બહેનો તરફથી સ્વાગત સન્માન યોજાયો જેમાં જુનાગઢ પીપલાણા, કાલાવાણી, વંથલી, રાજકોટ ધામોમાંથી સંતોપધારેલ આ પ્રસંગે પ.પૂ. નિત્યસ્વરૂપદાસજીએ કહ્યું કે જે કાંઇ થયું તે મહારાજની ઇચ્છા પ્રમાણે સારૂકામ થયું અને માણાવદરના હરિભકતોને માણાવદર તીર્થધામ અનેક સ્થાન છે તેનો સર્વાંગી વિકાસ આપણે સૌ હળીમળી કરીએ તેમ કહ્યું હતું. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર

(11:43 am IST)