Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

ટંકારા, તા. ૧૭ : મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ટંકારાના ધો. ૧૦ તથા ધો. ૧રના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ સંચાલક મંડળના પ્રમુખ હસમુખરાય કંસારાના અધ્યક્ષ પદે તથા ઉપદેશક વિદ્યાલયના આચાર્ય શ્રી રામદેવજીના અતિથિવિશેષ પદે યોજાયેલ.

આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકો કે.પી. મેવા , ડી.એન. નંદાસણા, બી.આર.સી.કો.ઓ. કલ્પેશભાઇ ફેફર, સી.આર.સી કો.ઓ. હેમંતભાઇ ભાગીયા, પ્રા.શાળા આચાર્ય ચેતનભાઇ ભાગીયા, રસીકભાઇ ભાગીયા ઉપસ્થિત રહેલ.

સ્વાગત શાળાના આચાર્યશ્રી એલ.વી. કગથરા દ્વારા કરાયેલ.

આચાર્ય રામદેવજીએ ધો. ૧૦-૧રના વિદ્યાર્થીઓને કારકીર્દીનું વર્ષ હોય સખ્ત મહેનત કરવા જણાવેલ.

કે.પી. મેવાએ શિક્ષણ સાથે ગણતરનું ચારિત્રયનું મહત્વ, જણાવેલ. ડી.એન. નંદાસણા દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ.

બી.આર.સી.કો.ઓ. કલ્પેશભાઇ ફેફરે સખ્ત મહેનત તથા સતત પ્રયત્નો વડે શ્રેષ્ઠ કારકીર્દી બનાવી શકાય છે.

વર્ષ દરમ્યાન યોજાયે વિવિધ સ્પર્ધાઓ તથા ધો. ૯થી ૧રમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામો અપાયેલ. ધો. ૧૦માં વિકાણી જયદેવ કલ્પેશભાઇ ધો. ૧રમાં બાદી ખેરૂનીસા હુસેનભાઇ ભૂતપૂર્વ શિક્ષકો તથા શાળા પરિવાર દ્વારા રોકડ પુરસ્કારો અપાયેલ.

(11:43 am IST)