Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માળીયાહાટીનાની શાળામાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ સંપન્ન

માળીયાહાટીના, તા.૧૭: પ્રિન્સ આગાખાન ટ્રસ્ટ સંચાલિત માળીયા હાટીનામાં અંગ્રેજી માધ્યમ એવી ગિરનાર હાઈસ્કૂલમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ ગિરનાર સ્કૂલના પ્રેસિડેન્ટ.શ્રી નલિન ભાઈ ભાણવડિયાના માર્ગદર્શન મુજબ અને એજયુકેશન ચેર પર્શનર શ્રી રજીયા બેન સુલેમાનના પ્રમુખસ્થાને અને પ્રિન્સિપાલ શ્રી અશોક સર સિંડેની સીધી દેખરેખ નીચે ખુબજ ધામધુમથી સ્કૂલના એક હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને હાજરીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. નાના બાળકોને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના સેક્રેટરી ભંડારી શદ રૂદિનભાઈ પડા નીયા. અજીતભાઈ પડાં નીયા હસન ભાઈ સમનાની હાજર રહ્યા હતા. હોસ્ટેલ. સુપ્રિ ટેન્ડર. ખેરુનીસા મેડમ. પ્રિન્સીપાલ અશોક સર તેમજ શિક્ષક શ્રી પાંધી અભિમન્યુ ડાભી અને જોશી સહિતના   શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અંતમાં અશોક સિન્ડેએ તમામનો આભાર માન્યો હતો.

(11:42 am IST)