Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માળીયા ભંડુરી ગામે ઉકાણી પરિવાર દ્વારા નિર્માણધીન ગેઇટનું લોકાર્પણ કરાયુ

માળીયા હાટીના, તા.૧૭: મૂળ ભંડુરી ગામના અને હાલ વડોદરા ખાતે છેલ્લા સિત્તેર વર્ષથી સ્થિત થયેલા વાસુ ફાર્મના માલિક એવા ગર્ભશ્રીમંત શ્રી વિઠલભાઈ ઉકાણી એ પોતાના વતન ભંડુરી ગામને કાયમ માટે યાદ કરે છે તાજેતરમાં જ શ્રી વિઠલભાઈ ઉકાઈએ રૂપિયા ૫ લાખના ખર્ચે ભંડુરી ગામ માં પ્રવેશ કરતા જ આધુનિક બનાવી આપેલ છે.

આ ગેટ નું નામ શ્રીમતી રુક્ષ્મણી બેન ભગવાનજીભાઈ ઉકાણી રાખવામાં આવેલ છે. વિઠલભાઈ ઉકાણીના પરિવારે ભંડુરી ગામમાં આવીને ખુબજ ધામધુમથી બેન્ડ પાર્ટી સાથે આ ગેટનું લોકાર્પણ કર્યું હતું.

આ ઉપરાંત ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલ માટે અને અનન્ય જરૂરિયાત માટે આજે રૂપિયા ૩૦ લાખના દાનની જાહેરાત વિઠલભાઈ ઉકાણી છે આ જાહેરાત ભંડુરીના તમામ નાગરિકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી છે અને આપના પરિવારને ખૂબ જ આભાર માનેલ છે.

આ ઉકાણી પરિવારના નાનપણથી જ ક્રાંતિકારી વિચારો છે એમ જાણવા મળે છે કહેવાય છે કે ૧૯૬૨ સાલમા. જૂનાગઢ જિલ્લામાં પટેલ સમાજમાં ખુલ્લા મોઢે લગ્ન કરવાનો ક્રાંતિકારી નિર્ણય ની પહેલ ઉકાણી પરિવાર એ કરેલ હતી. રાજકોટના બાન લેબ વાળા ડાયાભાઈ ઉકાણી આ પરિવારના મોભી છે.

આ ઉકાણી પરિવાર ભંડુરી ગામને યાદ કરીને કાયમ માટેઉપયોગ થયેલ છે.

(11:41 am IST)