Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વિંછીયામાં જમીન માપણી બાબતે કરેલા કેસનો ખાર રાખી કાંતિભાઇ રોજાસરા પર હુમલો

ભુપત રોજાસરા, વશરામ રોજાસરા અને સોમા રોજાસરા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭ : વિંછીયામાં રામજી મંદિરવાળી શેરી સામે રહેતા કોળી યુવાને જમીન માપણી કરાવવા બાબતે કરેલા કેસનો ખાર રાખી ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ તથા ધારીયાના હાથા વડે મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વિંછીયાના રામજી મંદિરવાળી શેરીની સામે રહેતા શાંતિભાઇ છગનભાઇ રોજાસરા (ઉ.વ.૩૫) પરમ દિવસે ભત્રીજા સાથે છકડો લઇને આવતા હતા ત્યારે મોટા માત્રાના રોડ ઉપર ગામમાં રહેતા ભુપત સગરામભાઇ રોજાસરા, વશરામ આંબાભાઇ રોજાસરા અને સોમા આંબા રોજાસરા ત્રણેય મોટરસાયકલ પર આવી છકડો રીક્ષાને રોકી ત્રણેય શખ્સો કાંતિભાઇ કોળીને ગાળો આપતા તેણે ગાળો દેવાની નાપાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇને લાકડાનો ધોકો, ધારીયા તેમજ લોખંડના પાઇપ વડે કાંતિભાઇ અને તેના ભત્રીજા પ્રકાશને મારમાર્યો હતો. હુમલો કરતા કાંતિભાઇને માથામાં ઇજા થતા તે પડી ગયા હતા તે વખતે જેન્તીભાઇ છગનભાઇ રોજાસરા ફોરવ્હીલ લઇને આવતા તેને પણ મારમાર્યો હતો.

આ બનાવમાં કાંતિભાઇની જમીન આ ત્રણેય પાસે નીકળતી હોઇ, અને જમીન માપણી કરાવવા માટેનો કેસ કરેલ હોય, તે બાબતનો ખાર રાખી ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ એચ.એસ.ખીમસુરીયાએ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)