Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માળીયા મિંયાણાના જુના અંજીયાસર ગામે જુગાર રમતા ૪ પકડાયા

 મોરબી, તા. ૧૭ : માળીયા મિંયાણાના જુના અંજીયાસર ગામે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

માળીયા મિંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના અંજીયાસર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા યુનુસ રસુલ મોવર, આમદ ગુલાહુશેન ભટ્, હીફન અકબર ભટ્ૃીઅને હારૂન દાઉદ ભટૃી રહે બધા જુના અંીજયાસર ગામ વાળાને ઝડપી લઇને રોકડ રકમ રૂ. ૪પ૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે.

(11:38 am IST)