Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગીર ગઢડામાં બોલેરો ધીમી ચલાવવાનું કહેતા પાઇપ-પાવડા વડે હૂમલોઃ ૩ ઘવાયા

ઉના તા. ૧૭ :.. ગીર ગઢડા ગામે મોટર બોલેરો ધીમી ચલાવવા બાબતે માથા કૂટ થતાં પાંચ લોકોએ લોખંડનો પાઇપ, પાવડા વતી હૂમલો કરતા ૩ લોકોને ઇજા પહોંચી હતી.

ગીરગઢડા ગામનાં કાનજીભાઇ સામતભાઇ વાઘેલા રે. ગીરગઢડા વાળાનાં ઘર પાસે રામભાઇ ધીરૂભાઇ પરમાર રે. ગીરગઢડા વાળાએ પુર ઝડપે બોલેરો મોટર કાર ચલાવતાં તેને ધીમુ ચલાવવા ઠપકો આપતાં તે મનદુઃખ રાખી રામભાઇ ધીરૂભાઇ પરમાર, ગોરધન, મીરાભાઇ બાબુભાઇ, અરજણ બાબુભાઇ, ધીરૂ પુંજા રે. ગીરગઢડા વાળા લોખંડનો પાઇપ પાવડા વતી હૂમલો કરી માર મારી ગાળો  આપેલ અને વચ્ચે પડેલ લીલાબેન કાનજીભાઇ, કિસ્મતભાઇને માથામાં ત્થા શરીરના ભાગે ઇજા કરી લોહી લુહાણ કરી નાખેલ દવાખાને સારવાર માટે લાવતા ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી.

 

(11:37 am IST)