Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગોંડલના ગરાસીયા યુવાન સાથે ઠગાઈઃ દંપતિ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૭ :. ગોંડલના ગરાસીયા યુવાન સાથે છેતરપીંડી કરનાર દંપતિ સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વોરાકોટડા રોડ પર મફતીયાપરામાં રહેતા જીતેન્દ્રસિંહ ભગુભા જાડેજાએ પંકજ હંસરાજભાઈ હિરપરા તથા તેની પત્નિ કોમલબેન રહે. બન્ને ગોંડલ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ ઉકત બન્નેએ ફરીયાદી તથા સાહેદને વિશ્વાસમાં લઈ ફરીયાદીની ટાવેરા કાર રૂ. ૧ લાખમા નોટરી કરાર કરી ખરીદ કરી ૫૦,૦૦૦ ચુકવ્યા હતા અને બાકીના ૫૦,૦૦૦ નહિ ચૂકવી તેમજ લોન પેટેના હપ્તા નહિ ભરી કાર લઈ ગયા હતા. તેમજ સાહેદના મજુરી પેટેના ૧.૮૦ લાખ નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત દંપતિ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)