Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમરેલી જિલ્લાની સંકલન ફરિયાદ સંમિતિની બેઠક મળી

અમરેલી, તા.૧૭: કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સંપન્ન થઇ હતી.

બેઠકમાં ઉપસ્થિત રાજકીય આગેવાનો દ્વારા રજુ કરેલ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જિલ્લા કલેકટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લે મળેલી બેઠકને લઈને ઘણા પ્રશ્નોના નિવારણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ચર્ચા માટે મુકવામાં આવેલા લોક પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય જે.વી.કાકડીયા અને ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા રજુ થયેલા આરોગ્ય, વીજળી, પાણી, પાક વીમા, રસ્તા અને સિંચાઈ જેવા લોકપ્રશ્નોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક નિર્ણયો કરાયા હતા. આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી રજૂ થયેલા તમામ પ્રશ્નનોના નિવારણની પ્રક્રિયા તાકીદે હાથ ધરાય તે માટે જિલ્લા કલેકટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી ધારી, નાયબ પોલીસ વડાશ્રી રાણા, અધિક કલકટરશ્રી એ. બી. પાંડોર, પ્રાંત અધિકારીશ્રી જોશી, પ્રાંત અધિકારીશ્રી ડાભી, પ્રાંત અધિકારીશ્રી ગોહિલ સહિત જિલ્લાના અને તાલુકાઓના સંબંધીત મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

(10:10 am IST)