Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભુજના મીરઝાપરના યુવાને એસિડ પી જતા ચકચાર :જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો

ભુજ : તાલુકાના મીરજાપર ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર એસીડ પી જતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ સુરેશ ભસર ગરવા (ઉ.વ. ૧૯) નામનો યુવાન ગત રાત્રે તેના ઘેર હતો, તે દરમિયાન અગમ્ય કારણોસર એસીડ પી જતાં તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે એમએલસી નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

(11:54 pm IST)