Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

શહીદ ભગતસિંહને ભારતરત્નની માંગ સાથેની સાયકલ યાત્રા મોરબીમાં ભવ્ય સ્વાગત કરાયું

પાંચ રાજ્યોમાં ફરીને ૧૮૦૦ કિમી અંતર કાપીને દિલ્હી પહોંચશે

મોરબી : શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ તેમજ ક્રાંતિકારીઓના દિલ્હીમાં સ્મારક બને તેવી ત્રણ માંગો સાથે સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજાઈ રહી છે જે સાયકલ યાત્રા મોરબી આવી પહોંચતા મોરબીમાં સ્વાગત કરાયું હતું

 

રન ફોર ભગતસિંહ યાત્રા સોમનાથથી શરુ કરવામાં આવી છે અને પાંચ રાજ્યોમાં ફરીને ૧૮૦૦ કિમી અંતર કાપીને દિલ્હી પહોંચશે અને ૨૩ માર્ચ શહીદ દિવસે રાષ્ટ્રપતિને આવેદન આપીને શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવા, શહીદોના સ્મારક બનાવવાની માંગ કરાશે જે સાયકલ યાત્રા સોમનાથથી શરુ કરીને ટંકારા બાદ મોરબી આવી પહોંચી હતી ટંકારા અને મોરબીમાં સાયકલ યાત્રાનું સ્વાગત કરાયું હતું વિવિધ સામાજિક અને રાષ્ટ્રભક્ત સંસ્થાના અગ્રણીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું અને સાયકલ યાત્રા સાથે જોડાયેલ અગ્રણીઓને શુભકામનાઓ પાઠવી હતી

(10:58 pm IST)