Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ગોંડલ નાની બજારમાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા દુકાનો ટપોટપ બંધ થવા પામી

માત્ર પચાસ રૂપિયા બાકી રાખવા બાબતે શસ્ત્રો ખેંચાયાં

ગોંડલઃ ગોંડલમાં જાણે પોપાબાઈનું રાજ ચાલી રહ્યું હોય તેમ વારપરબે લુખ્ખા તત્વો દ્વારા તલવાર ધોકા પાઇપ લઈ સરાજાહેર આતંક મચાવવાની ઘટના બની રહી છે ત્યારે આજે સાંજના સુમારે નાની બજારમાં બરકાતી કોમ્પલેક્ષ પાસે માત્ર પચાસ રૂપિયા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થતા તલવાર ધોકા-પાઇપ સહિતના શસ્ત્રો ખેંચાતા વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરી હતી ઘટનાની જાણ સિટી પોલીસને થતા પોલીસ દોડી આવી હતી

ગોંડલ શહેરમાં લુખ્ખાઓ બે ફાટા બન્યા હોય તેમ અવારનવાર તલવાર ધોકા-પાઇપ જેવા ઘાતક શસ્ત્રો લઈ આતંક મચાવવાના ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે સાંજના સુમારે નાની બજારમાં બરકાતી કોમ્પલેક્ષ પાસે માત્ર સાડા પાંચસો ની ખરીદી માં પચાસ રૂપિયાની લેતી-દેતી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થતા તલવારને ધોકા-પાઇપ જેવા ઘાતક શસ્ત્રો એક જૂથ દ્વારા સામસામે ખેંચાતા વેપારીઓ અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આતંકનો માહોલ જોઈને વેપારીઓએ દુકાનો બંધ કરી હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં આવું ઘણી વખત બનતું હોય છે પરંતુ કોમના આગેવાનો આવી સમાધાન કરાવતા હોય ઘીના ઠામમાં ઘી પડી જતું હોય છે વાસ્તવમાં જાહેરમાં તલવાર ધોકા-પાઇપ જેવા શસ્ત્રો કાઢી રોફ જમાવતા તત્વોને પોલીસ ખાખીનો ભાન કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.          

(10:22 pm IST)