Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

લીંબડીથી હડાળા જતો રસ્તો માંદો, લોકોને પણ માંદા પાડે છે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડીથી હડાળા જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં અને ચાલવાલાયક ન હોવાના મુદ્દે ક્રાંતિ સંસ્થા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ રસ્તા પરથી ઉંટડી, ચોકી,ખંભલાવ,ત્રાડીયા, પાણશીણા, ભોજપરા, દેવપરા,આણંદપર, કમાલપુર, હડાળા સહિતના ગામોની કુલ એક લાખથી પણ વધુની વસ્તી આવન-જાવન કરે છે. જો કે આ રસ્તો અત્યંત ખરાબ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ મેડીકલ ઇમરજન્સી વખતે લોકોની હાલત કફોડી બની જાય છે. ત્યારે આ રસ્તાને ઝડપથી રીપેર કરવામાં આવે અથવા તો નવેસરથી બનાવવામાં આવે તેવી માંગ ક્રાંતિ સંસ્થાના ભરતસિંહ ઝાલાએ કરી છે.(૧.૫)

(12:58 pm IST)