Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

દ્રોણેશ્વર ગુરૂકુળ વિદ્યાલય ખાતે ઉજવાયેલ સપ્તરંગી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટ : ઉના પાસેના, મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં,  એસજીવીપી ગુરુકુલની નુતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે, શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી ના શુભ આશિર્વાદ, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી  અને આચાર્ય શ્રી મહેશભાઇ જોશીના માર્ગદર્શન સાથે શાળાનો વાર્ષિક દિન – સપ્તરંગી રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફાટસર, ઈંટવાયા, દ્રોણ, ખિલાવડ, ગીરગઢડા, ઉના, ધોકડવા, રબારીકા વગેરે ૪૦ ગામોમાથી તેમજ હરિભકતો – વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી,  ભંડારી શ્રી હરિક્રષ્ણદાસજી સ્વામી, ગુરૂ સ્વામી, શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરૂપદાસજી સ્વામી,  કોઠારી નરનારાયણદાસજી સ્વામી , વિપુલભાઈ ગજેરા, અમેરિકાથી રમેશભાઈ પટેલ તથા સુર્યકાંતભાઈ પટેલે દીપ પ્રાગટ્યથી કરી હતી.

બાળકોએ અમી ભરેલી નજરૃં રાખો પ્રાર્થના ગીત, આનંદ રંગ છાયો સ્વાગત નૃત્ય, સુન મિતવા દેશ ભકિત ગીત, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ભકિત ગીત, કૃતિઓ રજુ કરી વિદ્યાર્થીઓએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ બાલિકાઓએ નટરાજ સ્તુતિ રૂપ, સત સૃષ્ટિ તાંડવ નૃત્ય, બાલ વંદના ગીત વિ. રજૂ કરવામાં આવેલ.તેમ કનુ ભગતની યાદીમાં જણાવાયું છે. (૩૭.૬)

 

(12:57 pm IST)