Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ઉપલેટા-ધોરાજી-ભાયાવદર-જસદણ તથા જેતપુર-નવાગઢમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ

સઘન બંદોબસ્તઃ પ્રથમ બે કલાકમાં ૧ર ટકાથી વધુ મતો પડયાઃ પાંચ સ્થળે EVM બદલાવાયા

રાજકોટ તા. ૧૭ :.. આજે સવારે ૮ વાગ્યાથી રાજકોટ જીલ્લાની ઉપલેટા-ધોરાજી-ભાયાવદર-જસદણ તથા જેતપુર-નવાગઢ નગરપાલીકાની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે, કોઇ ઘટના બની નથી, સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

કુલ ૩૩૧ મતદાન મથકો ઉપર ર લાખ ૪૮ હજાર મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે.

પ્રથમ બે કલાકમાં ૧ર ટકાથી વધુ મતો પડયા છે, ઉપલેટા-૧૧ ટકા, ધોરાજી ૯.ર૦ ટકા, ભાયાવદર-૧પ ટકા, જસદણ ૧૦.૮૦ ટકા અને જેતપુર-નવાગઢમાં ૧૧ ટકા મતદાન થયાનો પ્રાથમિક અંદાજ મળી રહ્યો છે.

પાંચ પાલીકામાં થઇને પ્રારંભે પ થી ૬ સ્થળે ઇવીએમ બદલાવા પડયા હતાં.કુલ ૧૯૦૦ નો પોલીંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.

(11:56 am IST)