Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જામકંડોરણાથી ધોરાજી હાઈવે રોડમાં ખાડા

 જામકંડોરણાઃ ધોરાજી સુધી ૧૯ કિ.મી.ના હાઇવે રોડમાં અનેક જગ્યાએ નાના-મોટા ખાડાઓ પડી ગયેલ છે આ ખાડા ખબડાવાળા રસ્તાથી વાહન ચાલકો તેમજ મુસાફરો મુશ્કેલી વેઠી રહયા છે વળી આ હાઇવે રોડ પરથી જામકંડોરણા તાલુકાના લોકોને દવાખાનાના  ઈમરજન્સી કામે ધોરાજી જુનાગઢ જવા આવવાનું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડેછે અને આ ખાડા ખબડાને લીધે અકસ્માત સર્જાવાનો ભય રહે છે ત્યારે આ ૧૯ કિ.મી.ના હાઇવે રોડ પરના ખાડાઓ તંત્ર દ્વારા વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.(તસ્વીરઃ મનસુખભાઇ સી.બાલધાઃ જામકંડોરણા)

(11:42 am IST)