Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વઢવાણમાં પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારતો વિડીયો વાયરલ

વઢવાણ તા. ૧૭: વઢવાણ પાસે આવેલા દરગાહ સામે આવેલા પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા કર્મચારીને કોઇ અગમ્ય કારણોસર માર મારતો હોવાની વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ સર્જાયો છે ત્યારે પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા યુવાનને મારવા પાછળનું કારણ શું છે તે અંગેની હાલમાં વઢવાણ પોલીસ તપાસ કરે તો સાચી હકીકતો બહાર આવે ત્યારે શહેરમાં ચર્ચા થતી વિગતો અનુસાર શહેરમાં કાયદો વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે. જિલ્લામાં ફાયરીંગ અને લુંટની તેમજ અને ગુનાઓ માજા મુકી છે ત્યારે થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર શહેરની મોટી શાકમાર્કેટ પાસે બે શખ્સો મોબાઇલ ચોર ઝડપાતા જેમને પણ જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરીવાર પાછો વઢવાણ પાસે પેટ્રોલ પમ્પ પાસે પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારતો વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ સર્જાયો છે. હાલમાં વઢવાણ પોલીસ તપાસ કરે તો વિગતો બહાર આવે તેમ છે.

(1:04 pm IST)