Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સુરેન્દ્રનગરમાં ટ્રાફીક સપ્તાહ અંતર્ગત રેલી

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ૩૧મો માર્ગ સલામતી સપ્તાહ ટ્રાફીક પોલીસ દ્વારા ઉજવવામાં આવી રહયો છે. ત્યારે અગાઉ બે દિવસ પહેલા ટ્રાફીક નિયમનું ભંગ કરનાર લોકોને ગુલાબનું ફુલ આપીને ટ્રાફીક નિયમો વિષે માહીતી આપવામાં આવી હતી. આજે પણ મોટા બેનરો સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ટ્રાફીક પોલીસ દ્વારા અને ખાસ ટ્રાફીક પીએસઇઆઇ સોલંકી સાહેબ દ્વારા ૩૧ મો ટ્રાફીક સલામતી સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરી જીલ્લાની જનતાને ટ્રાફીકના નિયમો અને તેના પાલન અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ અને ખાસ જીલ્લાના પોલીસ વડા મહેન્દ્રભાઇ બગડીયા, સુરેન્દ્રનગર જીલ્લા સંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, ટ્રાફીક પીએસઆઇ વી.પી.સોલંકી, ટ્રાફીક જવાનો બ્રિગેડ વિગેરે જોડાયા હતા.

(1:03 pm IST)