Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ધોરાજી શહેર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઇ

ટ્રાફિક સપ્તાહમાં સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ધોરાજી,તા.૧૭: ધોરાજી શહેર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રાફિકના નવા નિયમો અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર માર્ગદર્શન પુરું પાડ્યું હતું તેમજ ટ્રાફિક ના કાયદા નો દરેક લોકોએ ચુસ્ત પાલન કરવા અંગે સૂચન પણ કર્યું હતું આ સમયે ધોરાજી શહેરના વિવિધ સંસ્થાઓ ના અગ્રણી ઓ વેપારીઓઙ્ગ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ટ્રાફિક સપ્તાહ સમારોહમાં ધોરાજીના સામાજિક સંસ્થાના અગ્રણી કિશોરભાઈ રાઠોડ વેપારી અગ્રણી બીપીન ભાઈ મકવાણા ધીરુભાઈ કોયાણી ખેડૂત હિત રક્ષક સમિતિના વિઠ્ઠલભાઈ હિરપરા પ્રવીણભાઈ ઢોલરીયા દલિત સમાજમાંથી તુષારભાઈ સોંદરવા પ્રવિણભાઇ રાઠોડ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગેઙ્ગ ધોરાજી શહેર પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ ટ્રાફિક ના નવા નિયમો અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું તેમજ વાહનચાલકોએ પોતાના નિયમ પ્રમાણે વાહનો ચલાવવા જે અંગે જનજાગૃતિ પત્રિકાનું પણ વિતરણ કરાયું હતું.

ટ્રાફિક સપ્તાહ ને સફળ બનાવવા માટે ધોરાજી પોલીસના ટ્રાફિક શાખાના દેવશીભાઇ બોરીચા સુરેશભાઈ પટેલ વિગેરે પોલીસ સ્ટાફએ ફરજ બજાવી હતી અને આજથી સાત દિવસ સુધી ટ્રાફિક સપ્તાહ જુદા જુદા વિસ્તારોમાં તેમજ સામાજિક સંસ્થાઓમાં શાળા-કોલેજોમાં જન જાગૃતિ અંગે ઉજવવામાં આવશે.

(11:40 am IST)