Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જૂનાગઢની તીરંદાજી ટીમને સ્ટેટ લેવલ ટુર્નામેન્ટમાં ૬ મેડલ

જૂનાગઢઃ ગાંધીનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ગુજરાત સ્ટેટ આર્ચરી ટુર્નામેન્ટનુ આયોજન પ્રતિભા એકેડેમી દ્વારા કરવામા આવેલ જેમા ૧૫૦થી વધારે તીરંદાજોએ  સ્પર્ધા આપી હતી. જૂનાગઢના ૬ તિરંદાજોએ અભુતપૂર્વ પ્રદર્શન દાખવીને સમગ્ર રાજયમા બીજો ક્રમ પ્રાપ્ત કરી રનર્સઅપ ટીમ ટ્રોફી મેળવી હીત. જેમા હિયા એન. ગણાત્રા, ક્રિશિવ જે. ગઢીયા, હિરેન ડી.ખુંટીને ગોલ્ડ મેડલ, રૂદ્ર પી.ફળદુ, ભકિત એ. ફટાણીયાને સિલ્વર મેડલ પ્રિયવ્રત એમ.જેઠવાએ બ્રોન્સ મેડલની સિધ્ધી પ્રાપ્ત કરી હતી. ટુર્નામેન્ટના આયોજકશ્રી ગૌરાંગ રાણા તેમજ હેડ કોચ ચિરાગસિંગહ રાઓલે એકસ્ટ્રા ટ્રેનિંગ આપી ખેલાડીઓને બિરદાવ્યા હતા. તેમજ આવનાર નેશનલ ટુર્નામેન્ટ માટે સજજ થવાનુ આહવાન આપ્યુ હતું. જૂનગઢ તિરંદાજી ટીમને ટ્રેનિીંગ રાજશાખા રાયફલ કલબમાં કોચ હિરેન ડી. ખુંટી દ્વારા આપવામા આવેલી હતી. મેડલ મેળવનારા તીરંદાજી ટીમની તસ્વીર.

(11:39 am IST)