Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ટંકારા તાલુકાના આરોગ્ય કેન્દ્રને ફોગિંગ મશીન અપાયા

ટંકારા તા. ૧૭ : મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ડેન્ગ્યુ નાબુદી માટે ફોગીંગ મશીન અપાયા.

ટંકારા તાલુકાના લજાઇ ગામે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ રાજકોટીયા, માજી કારોબારી અધ્યક્ષ ટંકારા તા.પં. જગદીશભાઇ દુબરીયા દ્વારા જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ડેન્ગ્યુ રોગ અટકાવવા માટે ટંકારા તાલુકાના નેકનામ, સાવડી, લજાઇ, નેસડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવડીયા, ડો. રાધિકા વડાવિયા, સુપરવાઇઝર એચ.કે.પટેલ, મનસુખભાઇ મસોતને સુપ્રત કરાયેલ.

જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા દ્વારા પંચાયતના સભ્યોને 'ટીબી હારેગા દેશ જીતેગા' સૂત્ર આપી ટીબી મુકત કરવા માટેની વિવિધ કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ ફ્રી નિદાન કેમ્પ યોજાયેલ.

(11:35 am IST)