Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ચાર દિવસથી ગૂમ બામણબોરના કોળી પ્રૌઢ પ્રેમજીભાઇની કૂવામાંથી લાશ મળી

અકસ્માતે પડી ગયા કે આપઘાત કર્યો? તે અંગે તપાસઃ મૃતદેહ કુવાડવા ખસેડાયો પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: બામણબોર રહેતાં પ્રમેજીભાઇ સવજીભાઇ રોજાસરા (ઉ.૫૫) નામના કોળી પ્રૌઢ ૧૨મીએ ગૂમ થયા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને સૌ સ્વજનો તેની શોધખોળ કરી રહ્યા હતાં. દરમિયાન આજે તેમની લાશ બામણબોર ગ્રામ પંચાયતના કૂવામંથી મળી આવતાં ચકચાર જાગી હતી. એક મહિલા કપડા ધોવા ગયા ત્યારે લાશ તરતી જોતાં સરપંચને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ અને કુવાડવા પોલીસે પહોંચી લાશ બહાર કાઢી હતી. પોસ્ટ મોર્ટમ માટે કુવાડવા ખસેડાઇ છે. મૃતક છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તસ્વીરો બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.

(4:51 pm IST)