Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબી : એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૦૨૧ અંતર્ગત વડાપ્રધાન ખેડૂતો સાથેનો સંવાદ કરશે.

મોરબી :વાઇબ્રન્ટ સમિટ – ૨૦૨૨ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ – ૨૦૨૧ આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, આણંદ ખાતે યોજાઇ રહેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૧૬ ડિસેમ્બરના રોજ નેચરલ ફાર્મિંગ અંગેનો નેશનલ કોન્કલેવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય ગણમાન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ખેડૂતો સાથે ટુ વે વીડિયો કોન્ફરન્સથી યોજાશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ૧૬ ડિસેમ્બર, ગુરુવારના સવારે ૧૦.૦૦ કલાકેથી મોરબી જિલ્લા પંચાયત ભવનના પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સ્થાનિક ખેડૂતો જોડાશે.
કાર્યક્રમના સ્થળે ઇ-શ્રમ કાર્ડ અને મા-કાર્ડ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે જેથી ઉપરોક્ત સુવિધાઓનો લાભ લેવા માટે ઇચ્છુકોએ પણ હાજરી આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(2:16 pm IST)