Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગરમાં બે લાખની ઘરફોડીઃ સાળા ગુજરી જતા પરિવાર નાગપુર ગયોને મકાન બંધ હતું!!!

જામનગર, તા.૧૬: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અંકુશભાઈ પ્રદિપભાઈ પહાડે, ઉ.વ.૩ર, રે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની મકાન નં.બી–૪, દિશાંત, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, અંકુશભાઈ તેના સાળા ગુજરી ગયેલ હોય જેથી નાગપુર મહારાષ્ટ્ર ખાતે ગયેલ હોય તે સમય દરમ્યાન ફરીયાદી અંકુશભાઈના રહેણાક મકાનના દરવાજાના નકુચા તેમજ તાળા તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટની તિજોરી માંથી સોનાની ચેઈન વજન અંદાજીત આશરે એક તોલા કિંમત રૂ.ર૦,૦૦૦/– તથા નાના છોકરાની હાથી આંગળીમાં પહેરવાની સોનાની વીટી નંગ પ વજન અંદાજીત આશરે અડધો તોલા કિંમ રૂ.૧૦,૦૦૦/– સોનાના મંગળ સુત્ર નંગ–ર વજન અંદાજીત આશરે બે તોલા કિંમત રૂ.૪૦,૦૦૦/– તથા સોનાના પાટલા નંગ–ર વજન અંદાજીત આશરે બે તોલા કિંમત રૂ.૪૦,૦૦૦/– સોનાના કાનમા પહેરવાના ઝુમખા નંગ–ર વજન અંદાજીત આશરે અડધો તોલા કિંમત રૂ.૧૦,૦૦૦/– તથા સોનાની હાથમાં પહેરવાની અંગુઠી વજન અંદાજીત આશરે અડધો તોલો કિંમત રૂ.૧૦,૦૦૦/– સોનાની ગળામા પહેરવાની માળા નંગ–૧ વજન અંદાજીત આશરે એક તોલા કિંમત રૂ.ર૦,૦૦૦/– તથા નાના છોકરાની પગમા પહેરવાની ચાંદીની ઝાંઝરી નંગ–ર અંદાજીત આશરે કિંમત રૂ.૪૦૦૦/– તથા નાના છોકરાની હાથમાં પહેરવાની ચાંદીની કડલીઓ નંગ–૪ અંદાજીત આશરે કિંમત રૂ.ર૦૦૦/– તથા રોકડ રૂ.૩પ,૦૦૦/– એમ કુલ કિંમત રૂ.૧,૯૧,૦૦૦/– ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મોટરસાયકલ આડે બળદ ઉતરતા પાછળ બેસેલ યુવકનું મોત

લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા ખીમાભાઈ મેસુરભાઈ વસરા, ઉ.વ.૪૦ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પિયુષ સવદાસભાઈ ગોજીયા, ઉ.વ.૧૭, રે. કમળપાર્ક વરછા રોડ, સુરત વાળા તેના મોટરસાયકલ લઈ વાડી એ જતા હતા ત્યારે રસ્તામાં અચાનક બળદ આડો ઉતરતા ગાડી પડી જતા મોટરસાયકલ પાછળ બેસેલ જાહેર કરનાર ખીમાભાઈના ભાણેજ પીયુષભાઈને માથાના પાછળના ભાગે હેમરેજ થઈ જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ગાળો બોલવાની ના પાડતા મારમાર્યાની રાવ

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભાણાભાઈ ગોવાભાઈ વાઘેલા, ઉ.વ.૮૦, રે. પ્રભજી પીપળીયા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રભુજી પીપળીયા ગામે ફરીયાદી ભાણભાઈના ઘર પાસે આરોપી પ્રવિણભાઈ નાથાભાઈ સોલંકી ફોન ઉપર ગાળો બોલતો હોય જેથી ફરીયાદી ભાણાભાઈ તેને સમજાવવા જતા જે એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી ભાણાભાઈને ડાબા પડખે પાટુ મારી ગાળો આપી તેમજ આરોપી વિમલભાઈ પ્રવિણભાઈ સોલંકી, વિશાલ પ્રવિણભાઈ સોલંકી ને બોલાવી જેઓ હાથમાં લોખંડની ટોમી લઈ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

(12:44 pm IST)