Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબી એસીબી દ્વારા સાયકલ રેલી યોજી ભષ્ટ્રાચાર વિરૂધ્ધ અવાજ ઉઠાવવા લોકજાગૃતિનો પ્રયાસ

 મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત એસીબી પોલીસ મથક દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી. મોરબી શહેરમાં એસીબી પોલીસ સ્ટેશન મોરબી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને રેલી દરમિયાન ૧૦૬૪ તેમજ વિગતો સાથેના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ઘ જાગૃત બને અને અવાજ ઉઠાવે તેવી લોકજાગૃતિ કેળવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

(12:37 pm IST)