Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબી જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણી સંદર્ભે ૧૫૫૭ની અટકાયત : ૫૭૬ હથિયારો જમા થયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબી જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે અગાઉ કલેકટર દ્વારા જિલ્લાના તમામ હથિયાર ધરકોને નિયત સમયમાં પોતાના હથિયારો નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમજ ચૂંટણી સંદર્ભે ૧૫૫૭ શખ્સોની અટકાયત કરાઇ છે.

મોરબી જિલ્લામાં હાલ કુલ ૫૯૨ લોકો હથિયારોનો પરવાનો ધરાવે છે.ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હથિયારો જમા કરવાનો આદેશ થતા અત્યાર સુધીમાં જિલ્લાના ૫૯૨ માંથી ૫૭૬ પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા છે. અને ૩ જેટલા હથિયાર ધરકોને હથિયારો જમા કરવાનું બાકી છે. જયારે પરમિશન લીધી હોય એવા અને હથિયારો જમા ન કરવાના હોય એવા ૧૩ હથિયાર ધારકો છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસે ચૂંટણી સંદર્ભે ૧૫૫૭ જેટલા વ્યકિતઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

(12:36 pm IST)