Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગોંડલના મોવિયા પાસે અકસ્માતમાં બે વૃધ્ધના મોત

ગાયને બચાવવા જતા છોટા હાથીના ચાલકે બાઇકને ઉંલાળતા બગસરાના જૂના વાઘણીયા ગામના નાનજીભાઇ ગેવરીયા તથા નાગજીભાઇ બાલધાનું મોતઃ ખરીદી માટે ગોંડલ જતા’તાને અંતરીયાળ મોત મળ્યુ

(જીતેન્દ્ર  આચાર્ય  દ્વારા) ગોંડલ તા.૧૬: ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અકસ્માતોમાં માનવ જિંદગી છાશવારે હોમાઈ રહી હોવાની પોલીસ ચોપડે શાહી હજુ સુકાઇ નથી ત્યાં તાલુકાના મોવિયા થી શ્રીનાથગઢ જતા રોડ ઉંપર છોટા હાથી  પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા જુના વાઘણિયા ગામના બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા
પ્રા વિગતો મુજબ જુના વાઘણીયા ગામે રહેતા નાનજીભાઈ મોહનભાઈ ગેવરીયા (ઉંંમર વર્ષ ૬૦) તેમજ નાગજીભાઈ લક્ષ્મણભાઈ બાલધા (ઉંંમર વર્ષ ૭૭) કાપડની ખરીદી કરવા માટે ગોંડલ બાઈક ઞ્થ્૦૩ ગ્ષ્ ૧૦૫૫ લઈ આવી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ મોવિયા રોડ પર છોટા હાથી ઞ્થ્૧૪ ખ્મ્ ૩૪૬૪ વચ્ચે અકસ્માત સર્જાતા નાનજીભાઈનું દ્યટનાસ્થળે જ મોત નીપજયું હતું જયારે નાગજીભાઈને સારવાર માટે ગોંડલ થી રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત નિપજતા બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલ લઈ જવાયા હતા બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અકસ્માત થયા બાદ રિક્ષાચાલક માનવતા નેવે મૂકી નાસી ગયેલ હોય પોલીસે તપાસ હાથ ધરી હતી.
છોટા હાથીની આડે ગાય આવતા તેને બચાવવા જતા  બાઇક હડફ્ેટે  ચડતા અકસ્માત સર્જાયો હોવાનું તાલુકા પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું.

 

(11:19 am IST)