Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જય માણેક ગુરૂદેવોની પાવનભૂમિ પર પગ મુકતા જ પાવન ઉર્જાનો સ્પર્શ અનુભવાયોઃ સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

ગુરૂ-શુક્ર-શનિ પૂ. માણેકચંદજી સ્વામીની ૧૦૦મી પુણ્યતિથી નિમિતે જેતપુર સંઘ ખાતે અઠ્ઠમ તથા પોલા અઠ્ઠમની આરાધના

રાજકોટ તા. ૧પ :.. ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના સશિષ્ય સદ્ગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. તા. ૧૪ ના રોજ સવારે ૮.૪પ કલાકે ગોંડલ દરવાજેથી કળશધારી, બેડાધારી બહેનો તથા શ્રાવક-શ્રાવિકોઓના વિશાળ સમુહ દ્વારા સ્વાગત યાત્રામાં જોડાયા અને શ્રી બોઘાભાઇ સ્થા. જૈન સંઘ (ગોંડલ સંપ્રદાય) જેતપુરનાં આંગણે પ્રથમવાર શ્રી સંઘમાં પુનિત પગલા શ્રી સદ્ગુરૂદેવના થતા સકલ સંઘમાં આનંદ છવાયો હતો.મહિલા મંડળ દ્વારા સ્વાગત ગીત રજૂ થયુ ત્યારબાદ સંઘનાં મંત્રી કેતનભાઇ બાવીસીએ ગુરૂદેવનું સ્વાગત કર્યુ અને આગામી સમયમાં ચૈત્રમાસ આયંબિલઓળી અને ચાતુર્માસ પ્રદાન કરવા વિનંતી કરી ત્યારબાદ અજરામર સંઘ પ્રમુખ જેતપુર કિશોરભાઇ શાહએ ગુરૂદેવ પ્રત્યે ઉપકારભાવ  વ્યકત કર્યો. ગોંડલ સંઘ જેતપુર ઉપપ્રમુખ સુભાષભાઇ પારેખ દ્વારા ગુરૂદેવને વિશેષ સ્થિરતા કરવા અને સર્વ પ્રત્યે આભાર ભાવ વ્યકત કર્યો. કાર્યક્રમ બાદ શ્રી સંઘ દ્વારા આયોજિત અને સહયોગી અનુમોદક માતુશ્રી પુષ્પાબેન લાભચંદભાઇ દોશી પરિવાર હસ્તે દોશી પરિવાર તરફથી સવારે ૧૦ કલાકે નવકારશી યોજાયેલ.પૂ. સદ્ગુરૂદેવ તા. ૧૪ થી તા. ૧૬ સુધી શ્રી બોઘાભાઇ સ્થા. જૈન સંઘમાં સ્થિરતા રાખશે. દરરોજ પ્રવચન ૯-૩૦ થી ૧૦-૩૦ રહેશે. તા. ૧પને બુધવારે નવકારશી શ્રીમતી તરૂલતાબેન રમેશભાઇ પંચમીઆ તરફથી સવારે ૮ થી ૯ રાખવામાં આવેલ ત્યારબાદ પ્રવચન યોજાયેલ. આજે સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સ. આદિ ઠા. ૬ ખોડપરા ઉપાશ્રય પધારેલ.સદ્ગુરૂદેવે જણાવેલ કે તપસ્વી ગુરૂદેવ પૂજય શ્રી માણેકચંદજી સ્વામીની ૧૦૦મી પુણ્યતિથી નિમિતે અઠ્ઠમ અને પોલા અઠ્ઠમની આરાધના તા. ૧૬ થી તા. ૧૮ કરાવવામાં આવશે. સર્વએ આરાધનામાં જોડાવું. જેતપુર સંઘમાં વર્ષો બાદ પ્રથમવાર પદાર્પણ કરતાં જય માણેક ગુરૂદેવોની પાવન ઊર્જાનો સ્પર્શ થયો. અંતર આનંદિત થયું.

(11:05 am IST)