Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોલ્ડવેવ પહેલાં જ ‘ઠાર’ છવાઇ ગયોઃ નલીયા ૩.૮ ડીગ્રી

ભુજ ૯, અમરેલી-જામનગર-૧૦, રાજકોટ-૧૦.૩, કંડલા-૧૦.પ ગિરનાર ઉંપર ૧૧ ડીગ્રી લઘુતમ તાપમાન

પ્રથમ તસ્વીરમાં ગોંડલ પંથકમાં વડિલો ઠંડીથી બચાવ માટે ધાબળા ઓઢીને બેઠા છે તે બીજી તસ્વીરમાં આટકોટ અને ત્રીજી તસ્વીરમાં ખીરસરામાં તાપણુ કરીને ઠંડી થી બચવા પ્રયત્ન કરતા લોકો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), કરશન બામટા (આટકોટ), ભીખુપરી ગોસાઇ (ખીરસરા)
રાજકોટ તા.૧૬: સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુ છવાઇ ગયું છે ગઇકાલ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉંતરી જાય છે આજે રાજયમાંથી સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં  નોંધાઇ છે અહી૩.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોધાયું છે. જયારે ભુજ ૯, અમરેલી ૧૦, રાજકોટ ૧૦.૩, કંડલા ૧૦.પ પોરબંદર ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુંછે.
શિયાળાએ અસલ મિજાજ બતાવતા લોકો ઠંડીમાં ઠુઠવાઇ ગયા છે. મોડીરાત્રીના રસ્તાઓ, સુમસામ થઇ જાય છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે.કોલ્ડવેવ પહેલા જ સર્વત્ર ઠાર છવાઇ જતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ છે.
સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં છેલ્લા બે દિવસમાં પલટો આવ્યો છે. હવામાન, વિભાગે પણ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠારનો કહેર છવાતા નગરજનો ઠંડીમાં ઠંુઠવાયા છે.
આજે ફુંકાયેલા બર્ફીલા પવનને કારણે રાજકોટમાં લઘુતમ પારો બે ડિગ્રી ગગડી ગયો હતો. જયારે નલિયા, સતત ત્રીજા દિવસે સિંગલ ડીઝીટમાં નોંધાયો છે
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડા પવનો ફુંકાતા લોકોએ ઠંડીને અહેસાસ કર્યો હતો. ઠારના કારણે રાજકોટ શહેરનું તાપમાન બે ડિગ્રી સુધી ગગડીને ૧૦.૩ ડિગ્રી નોંધાયું છે
રાજકોટ ઉંપરાંત કડકડતી ઠંડીનો અહેસાસ, જામનગરમાં થયો હતો અને મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. આજેતાપમાનનો પારો ૧૦ ડિગ્રી રહ્યો હતો.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢઃ સોરઠમાં તાપમાન વધવાની સાથે ભેજ વધતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.
ગઇકાલે ગીરનાર પર્વત ખાતે ૮.૪ ડીગ્રી ઠંડી રહ્યા બાદ આજે લઘુતમ તાપમાન વધીને૧૧ ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે પર્વતીય વિસ્તારમાં ઠંડીમાં રાહત અનુભવાઇ હતી.
જયારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી રહેતા ગુલાબી ઠંડી રહી હતી. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૩૧ ટકા થઇ જતાં સવારે ઠંડી નહિવત થઇ ગઇ હતી.
જો કે આજે પણ ૬.૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા શીતલહેર રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૬ મહત્તમ ૧૦ લઘુતમ ૭ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
 

(11:20 am IST)