Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

હળવદના માથકનો ક્ષત્રિય યુવાન 'સાધુ' બનવા ભવનાથ આવી ગયો

જૂનાગઢના મુસ્લિમ રિક્ષા ચાલક સર્તકતાના લીધે ફરી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

જૂનાગઢ,તા. ૧૬: જૂનાગઢ શહેરમાં મજેવડી રિક્ષા સ્ટેન્ડ ખાતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક આરીફ ભાઈએ મજેવડી ચોકીના પીએસઆઇ કૃણાલ પટેલ, એ.એસ.આઈ. ધાનીબેન અને પો.કો. વિપુલભાઈ પાસે એક ૧૮ વર્ષની ઉંમરના છોકરા સાથે આવી, જણાવેલ કે, આ છોકરો મારી રિક્ષામાં ભવનાથ ભાડું લઈને આવેલ અને ભવનાથ પહોંચતા, પોતાને પોતાનો મોબાઈલ વહેંચવાની વાત કરેલ અને તેની માનસિક હાલત પણ બરાબર ના લાગતા, મજેવડી પોલોસ ચોકી લાવવાની વાત કરેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝનના ડીવાયએસપી એમ.ડી.બારીયા, પીએસઆઇ કૃણાલ પટેલ, એએસઆઈ ધાનીબેન, પો.કો. વિપુલભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે હળવદ તાલુકાના માથક ગામનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ દિગપાલસિંહ જયપાલસિંહ ઝાલા હોવાનું અને ધોરણ ૧૨ મા અભ્યાસ કરતો હોવાનું જણાવેલ. તેની પાસેના મોબાઈલ નંબર અને તેના પિતાના મોબાઈલ નંબર આધારે તેના પિતા જયપાલસિંહ ઝાલા સાથે સંપર્ક કરવામાં આવતા, પોતે ખેતી કરે છે અને પોતાનો છોકરો સવારથી ગુમ હોઈ, પોતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવેલ હોવાની વિગતો જણાવેલ હતી. મળી આવેલ છોકરા દિગપાલસિંહને વધુ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા, પોતાને સાધુ થવાની ધૂન લાગેલ હોઈ, પોતે ર્ંભવનાથમાં સાધુ થવા આવેર્લં હોવાની પણ વાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા મળી આવેલ છોકરાને જમાડી, જરૂરી દવા લેવડાવતા, છોકરો સ્વસ્થ થયો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનો જીતેન્દ્રસિંહ રાયજાદા, શૈલેન્દ્રસિંહ, સહિતના પણ પોલોસ સ્ટેશન ખાતે આવી ગયેલ હતા. તેના પરિવારજનો માથક ગામ તા. હળવદથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને ર્ંજૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસ તથા રિક્ષાચાલક આરીફભાઈ નો આભાર્રં માનેલ હતો. જૂનાગઢના આરીફભાઈ રીક્ષા વાળા દ્વારા ર્ંપોતાને છોકરાની વર્તુણુંક શંકાસ્પદ લાગતા પોલીસ સમક્ષ લાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા રિક્ષા ચાલક આરીફભાઈ ની સમય સુચકતા તથા સેવાકીય ભાવના દાખવવા બદલ છોકરાના પરિવારજનો તથા જીતેન્દ્રસિંહ સોલંકી, શૈલેન્દ્રસિંહ, સહિતના સમાજના આગેવાનોની હાજરીમાં ખાસ સન્માર્નં કરવામાં આવેલ હતું.

(11:25 am IST)