Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

પડધરી પાસે જીનીંગમાં ભીષણ આગઃ પાંચ લાખનું નુકસાન

મશીનમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું તારણઃ કાચો માલ અને વાયરીંગ બળી ગયું

રાજકોટ તા. ૧૬: પડધરી પાસે મીતાણા રોડ પર આવેલ ઓસન કોટેકસ નામના જીનીંગમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગત મુજબ પડધરી નજીક મીતાણા રોડ પર આવેલ ઓશતન કોટેકસ નામના જીનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવ બનતા જીનમાં કામ કરતા મજૂરો તથા માલીક નારણભાઇ દેવરાજભાઇ ગડાર સહિત એકઠા થઇ ગયા હતા અને જીનના માલીક નારણભાઇએ જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ જીનના મશીન વિભાગમાં લાગી હતી. આગમાં અંદાજે ૪૦૦ કિલો કાચો માલ તથા વાયરીંગ બળી ગયું હતું. મશીનમાં સ્પાર્ક થવાના કારણે લાગી હોવાનું અને તેમાં અંદાજે પાંચ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

(11:23 am IST)