Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

શિહોરના હરીહર આશ્રમની વાડીમાંથી લીલા- સુકા ગાંજાનો જથ્થો ઝડપાયો

ભાવનગર,તા.૧૬: ભાવનગર નજીક શિહોર પાસે હરીહર આશ્રમની વાડીમાં ગાંજાનું વાવેતર ઝડપી લઇ પોલીસે લીલો તથા સુકા ગાંજાનો જથ્થો ઝડપી લઇ એકની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ ભાવનગર એસ.ઓફ. જી પોલીસ અને સિહોર પોલીસે પૂર્વ બાતમીને આધારે સિહોરના ગુંદારા વિસ્તારમાં આવેલ જયરામ તળાવ નજીક આવેલા હરીહર આશ્રમ પાસેની વાડીમાં દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી લઇ લીલા ગાંજાના ૧૫ છોડ તથા ૪૪૭ ગ્રામ સુકો ગાંજા કિંમત રૂ.૨૨,૮૩૨ ઝડપી લઇ આશ્રમના જમુનદાસ અર્જુનજીની હરીહર (ઉવ.૫૫)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(3:35 pm IST)