Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જામનગર વોર્ડ નં.૪ના નવાગામ ઘેડ વિસ્તારમાં રૂ.૧.પપ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ : ધર્મેન્દ્રસિંહ જાડેજા

 જામનગર : રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) પોતાના વિધાનસભા મતવિસ્તારમાં સતત સાતમાં વર્ષે લોકોના કરેલા વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરવા લોકસંવાદ સાથે સ્નેહમિલનના કાર્યક્રમ વોર્ડ નં.૪માં રાજપૂત સમાજની વાડી, નવાગામ ઘેડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નં.૪ના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે નવા વર્ષની રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ શુભકામના પાઠવી હતી અને લોકસંવાદ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકોને પોતાની ધારાસભ્ય તરીકેની વિકાસના કામો અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે નવાગામ ઘે છેવાડાનો વિસ્તાર છે. આ નવાગામના અનેક ઘુળીયા રસ્તાઓમાંથી મુકિત અપાવા તેમજ ભૂર્ગભ ગટર સહિતના કામો માટે દર વર્ષે રૂ. ૧ થી ૧.પ૦ કરોડની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ખાસ કરીને આ વિસ્તાર જામનગર શહેરના વિકાસની સાથે રોડ રસ્તા અને ભૂર્ગભ ગટરથી જોડાયેલો રહે તે માટે હું અને ભાજપ અને મહાનગરપાલિકાની ભાજપની ટીમ સતત ચીંતીત રહીએ છીએ અને કેમ આ વિસ્તાર ઝડપી વિકાસ પામે તેવા હંમેશા સંયુકત પ્રયાસ હોય છે. સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્લાસ્ટીક મુકત ભારતના અભિયાનમાં વોર્ડો નં. ૪ના રહેવાસીઓને જોડાવા અપીલ કરી કાગળની બેગો રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા)એ વિતરણ કરી હતી. રાજયકક્ષના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા સ્નેહમિલન અને લોકસંવાદના કાર્યક્રમને મહાનગરપાલિકાના મેયર હસમુખભાઇ જેઠવા આવકારીયો હતો તેઓએ પણ આ વિસ્તારના વિકાસના કામો માટે સંપૂર્ણ સહકાર આપતા રહેવાનું જણાવ્યું હતું. ત્યારે જામનગર શહેર ભાજપના મહામંત્રી ડો. વીમલભાઇ કગથરાએ ભાજપ પક્ષની વિચારધારાને દહોરાવતા જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાથે લઇ રાજયકક્ષાના ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) સતત જાગૃત લોકસેવક તરીકે કાર્ય કરી રહ્યા છે તેને હું બીરદાવું છું. લોકસંવાદના કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટર કેસુભાઇ માડમ અને રચનાબેન નંદાણીયાએ આ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રજા સમક્ષ માહિતી આપી હતી. આગામી સમયમાં ખડખડનગર સહિતના મહત્વના રસ્તાઓના કામો શરૂ કરવા અંગે પણ જાહેરાત કરાઇ હતી.  વોર્ડ નં.૪માં આવેલા રાજપુત સમાજની વાડી, નવાગામ ઘેડ ખાતે લોકસંવાદ કાર્યક્રમમાં આ વિસ્તારના મેયર હસમુખભાઇ જેઠવા, જામનગર શહેર ભાજપ મહામંત્રી ડો. વિમલભાઇ કગથરા, પ્રકાશભાઇ બાંભણીયા અને કોર્પોરેટરો કેસુભાઇ માડમ, રચનાબેન નંદાણીયા, દંડક જડીબેન સરવૈયા અને વોર્ડ નં.૪ના ભાજપના પ્રમુખ વિજયસિંહ ગોહીલ તેમજ આ વિસ્તારના આગેવાનો જામનગર જીલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (જે.ડી.જાડેજા), જયરાજસિંહ જાડેજા, ડી.કે.જાડેજા, આઇ.કે. જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, ખુમાનસિંહ સરવૈયા, બાબાશેઠ, દિલીપસિંહ જેઠવા, શૈલેષભાઇ વાઘેલા, ધરમશીભાઇ ગુજરાતી, અજયભાઇ જામ, વિક્રમસિંહ ઝાલા, જીજ્ઞેશસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, ડો. યોગેશભાઇ ત્રિવેદી, ડો. કિશનભાઇ ત્રિવેદી, હિનાબા જાડેજા, વિમળાબા જાડેજા, હંસાબેન , રેખાબેન વેગડ, શૈલુભા વાંઢેર, ભરતભાઇ ડાભી, કાંતિભાઇ બારોટ, દલપતસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા અનેક મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મંત્રીશ્રીના પી.એ. પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઇ આશર, પદ્યુમનસિંહ જાડેજા (પીન્ટુભાઇ), અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)

(1:06 pm IST)