Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોરબીમાં ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો

મોરબીઃ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભ ૨૦૧૯ માં જીલ્લા કક્ષાની વિવિધ ૨૨ સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના વ્યકિતગત ખેલાડી તેમજ ટીમને પ્રમાણપત્ર એનાયત કરવા માટે સમારોહ યોજાયો હતો ૨૨ રમતો અને ૭ વયજૂથના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર કરવા માટે ગુજરાત જળ સંપત્ત્િ। વિકાસ નિગમના અધ્યક્ષ ડો. ભરત બોદ્યરા, ધારસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, સીટી મામલતદાર રૂપાપરા, જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી, જીલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રમાણપત્ર મેળવનાર રાજય કક્ષાની વિજેતા ખેલાડીએ જણાવ્યું હતું કે તેમને જાહેરમાં પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું  અને તેને રાજયકક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું . વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા તે તસ્વીર.

(11:58 am IST)