Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભાવનગર મ્યુ.કોર્પો.માં ભરતી માટે લેખીત પરિક્ષા યોજાઇ

૪૧ હજાર પૈકી પ૦ ટકા ઉમેદવારો પરિક્ષા માટે હાજર રહ્યા

 ભાવનગર તા. ૧૬ : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કેટેગરીની ભરતી માટે લેખીત પરીક્ષા લેવામાં આવી હતી.

ભાવનગર મહાનગરપાલિકા દ્વરા જુનિયર કલાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ-સિવિલ, ગાયનેકોલોજીસ્ટ અને પીડીયાટ્રીશ્યનની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. શહેરની માજીરાજ ગર્લ્સ સ્કુલ સહિતની શાળાઓમં ર૪૪૭ બ્લોકમાં લેવામાં આવેલ પરીક્ષાનાઉમેદવારોએ શાંતિપૂર્ણમાહોલમાં પરીક્ષા આપી હતી.

મહાનગરપાલીકા દ્વારા વિવિધ કેટેગરીની પ૪ જેટલી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંં ૪૧ હજારથી વધુ ઉમેદવારો નોંધાયા હતા જો કે નોંધાયેલ ઉમેદવારો પૈકી અડધો-અડધ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

(11:45 am IST)