Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ગોંડલમાં જીએસટી વિભાગે સીલ કરેલા મકાનના તાળા તૂટ્યા :

ગ્રીન સીટી સોસાયટીના મકાનને ત્રણ મહિના અગાઉ સીલ મરાયું હતું

રાજકોટ :જિલ્લાના ગોંડલમાં GST વિભાગ દ્વારા સીલ કરેલા મકાનના તાળાં તૂટવાના કારણે ચકચાર મચી જવા પામી છે.

   આ અંગે મળતી માહિતી મૂજબ ગોંડલ શહેરની ગ્રીન સિટી સોસાયટીમાં આવેલ ત્રણ નંબરના મકાનને જીએસટી વિભાગ દ્વારા ત્રણ મહિના અગાઉ સીલ મારવામાં આવ્યું હતું. આ મકાનને સીલ મારતા અગાઉ જીએસટી વિભાગ દ્વારા મકાનમાંથી કેટલાક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.

 જીએસટી વિભાગ દ્વારા આ મકાનને લેણાંની વસૂલાત અંતર્ગત સીલ મારવામાં આવ્યું હતું. મકાનને સીલ માર્યાના ત્રણ બાદ સીલ મારેલા મકાનના તાળાં તૂટ્યા હતા. આ ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જીએસટી વિભાગ દ્વારા સીલ મરાયેલા મકાનના તાળું તોડીને તેમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરવા અથવા તો તેમાં રહેલા દસ્તાવેજો કે અન્ય ચીજવસ્તુઓને કબજે કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(10:31 pm IST)