Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદની વિરાટ ધર્મસભા:સંતો-મહંતોનું સંબોધન

જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મ સભા યોજાઈ હતી. જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રવિવારે સાંજે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે યોજાયેલી ધર્મસભામાં હિન્દુ ધર્મના સંતો-મહંતોએ હુંકાર ભરી હતી. હિંદુઓને હવે જગવાનો વારો આવ્યો છે. અને ખરા અર્થમાં રામ રાજ્યની સ્થાપના કરવાનો અવસર રામ મંદિરના નિર્માણથી આવી ગયો છે. ભગવાન રામના પરિવારમાંથી પ્રેરણા લેવા પણ સંતો-મહંતોએ સંબોધન કર્યું હતું.

ધર્મસભા પૂર્વે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી હિન્દૂ સમાજના ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. હિન્દૂ સમાજના વિવિધ સંગઠનો પણ રેલી,રથ લઈને જય શ્રી રામના ગગનચુંબી નાદ સાથે પહોંચ્યા હતા. ધર્મ સભા પૂર્વે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલાકારોએ ભજન-કીર્તન અને રામધૂનની સંગીત સાથે સુરાવલી રેલાવી હતી.

અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર બાબરી ઢાંચાના ધ્વસ બાદ 1992થી ચાલી રહેલ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દૂ સનગઠનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. આ લડતને આગામી સમયમાં મજબૂત બનાવી તાત્કાલિક મંદિર નિર્માણની માંગ ઉઠી રહી છે.

છોટી-કાશી એવા જામનગરમાં યોજાયેલી વિરાટ ધર્મસભામાં શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ,સ્વામિનારાયણ સંપ્રદાયના શસ્ત્રી ચતુર્ભુજ સ્વામી,ભાગવત કથાકાર જીગ્નેશદાદા(રાધે-રાધે),સ્વામિનારાયણ ગુરુકુળના ગોવિંદસ્વામી,કે.પી.સ્વામી, જેનચાર્ય હેમતિલકસુરેશ્વરીજી મહારાજ સાહેબ સહિતના વિવિધ સંતો-મહંતોએ નાત-જાતના ભેદભાવ ભૂલી હિન્દુ ધર્મના દરેક વ્યક્તિએ રામ ભગવાનની જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે આગળ આવવાની હાકલ કરી હતી

(7:13 pm IST)