Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

વાંકાનેર: પત્ની અને દીકરીના ચારિત્ર્ય અંગે શંકા કરી ત્રાસ: કોળી શ્રમિક પરણીતાએ કરી પતિ સામે ફરિયાદ

 

વાંકાનેર :વાંકાનેર નજીકની સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા કોળી પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

    અંગે મળતી વિગત મુજબ મોરબીના માળીયા વનાળીયા પસેતથી ઉમિયાનગરના રહેવાસી અને હાલ વાંકાનેરની ઢુવા ચોકડી નજીકના સન હાર્ટ સિરામિકમાં રહેતા જયશ્રીબેન ભરતભાઈ સરવૈયા કોળી પરિણીતાએ મહીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ ભરત બાબુ સરવૈયા ફરિયાદી તેમજ તેની દીકરી પર ચારિત્ર્ય બાબતે શંકા કરીને મેણા ટોણા મારી ગાળો બોલી માર મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ મથકે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(11:32 am IST)