Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભારતનાં તબીબો વિશ્વના તબીબોને માર્ગદર્શન આપે છેઃ ડો. લાકડાવાલા

જૂનાગઢમાં રાજયભરનાં તબીબોની કોન્ફરન્સમાં પ૦ તબીબોની ઉપસ્થિતિમાં ૯ ઓપરેશનઃ ભારત અને વિશ્વ કક્ષાએ સર્જરી ક્ષેત્રે આદાન-પ્રદાનઃ ડો. ડી.પી. ચિખલીયા

ઉપરોકત તસ્વીરમાં કોન્ફરન્સ હોલમાં પત્રકારો સાથે વાતચીત કરતા ડો. લાકડાવાલા ડો. ડી.પી. ચિખલીયા અને ઉપસ્થિત સર્જનો ડોકટરોને માર્ગદર્શન આપતા શ્રી લાકડાવાલા, ડો. ચિખલીયા વગરે નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

જૂનાગઢ તા.૧૫: જૂનાગઢ ખાતે ગઇકાલથી ૧૬ ડીસેમ્બર રવિવાર સુધી ત્રિ દિવસીય જિલ્લામાં પ્રથમવાર ગુજરાતના સર્જનો ડોકટરની કોન્ફરન્સનો મેડીકલ કોલેજ ખાતે પ્રારંભ થયો હતો.

જેમાં પ્રથમ દિવસે ભારત અને વિશ્વભરમાંથી આવેલ ૫૦ જેટલા સર્જનો ડોકટરો ઉપસ્થિત રહ્યાં હતા. તેમાં બેરીયાટ્રીક સર્જન ડો. મુફજલ લાકડાવાલા મેડિકલ કોલેજના ડીન ડો. રાઠોડ, ડો. પ્રવિણ સૂર્યવંશી, ડો. જી. સિદ્ધેશ ડો. ચિંતામણી, ડો. પંજક મોદી, ડો. શ્રી વાસ્તવ, ડો. દિપરાજ ભંડારકર, ડો. પરવેઝ શેખ, ડો. શકુંતલા શાહ, ડો. વિરેન શાહની ઉપસ્થિતિમાં કોન્ફરન્સ દરમ્યાન મેદસ્વીતા, સારણગાઠ, થાઇરોડ, છાતીનું કેન્સર, હરસનું દૂરબીન વડે મસા, ભખંદર તેમજ પિતાશયની કોથળીની દૂરબીન દ્વારા સર્જરી સારણ ગાંઠ (પેટની અંદરની) લિવરમાં થતા ચિસ્ટની સર્જરી વગેરે સર્જરીઓ વિનામુલ્યે કરવામાં આવી હતી.આ ઓપરેશનો માંથી પેટ નાનુ કરી હોજરી સાથે પુનઃ જોડી દેવાનું ડો. લાકડાવાલાએ ઓપરેશન સહિત જટીલ ઓપરેશનો કોન્ફરન્સ હોલમાં બેસી જૂનાગઢ સહિત પુરા ગુજરાતના ડોકટરોએ જીવંત પ્રશ્નોતરી કરી નિહાળ્યા હતા અને આજે સર્જનો અને ડોકટરો ભારત અને વિશ્વકક્ષાએ સર્જરી ક્ષેત્રમાં થયેલી નવી ટેકનિક અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી જ્ઞાનનું આદાન પ્રદાન કરશે.

૧૦ હજાર ઓપરેશન કરનાર બેરીયાટ્રીકટ સર્જન ડો. મુફજલ લાકડાવાલાએ આ કોન્ફરન્સ અંતર્ગત પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે ભારતના સર્જનો હવે વિશ્વકક્ષાએ ખુબ સારુ કામ કરી રહ્યા છે એક એવો સમય હતો કે અમેરિકા - યુરોપ-જાપાનના ડોકટરો પાસે ભારતના લોકો સર્જરી કરાવતા અને હવે ભારતના ડોકટરો સર્જનો વિશ્વના ડોકટરોને માર્ગદર્શન આપે છે.

પણ અહીં સવાલ રીસર્ચ કે એકસપેરીમેન્ટનો છે. ભારત સરકાર સંશોધનો કે પ્રયોગો અધુરા છોડાય છે કે વિદેશ જતા રહે છે. અત્યારે ડાયાબીટીઝ અને એબેડીટી (મેદસ્વીતા) મોટી સંખ્યામાં લોકો પીડાય છે તે એક મોટી સમસ્યા છે આ બાબતે લોકો એ જાગૃત થવાની ઘણુ બધુ કરવાની જરૂર છે.

શ્રી લાકડાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ૧૩ વર્ષના ૧૩૦ કિલોના તરૂણ અને રપ વર્ષથી સંપૂર્ણ બેડરેસ્ટ રહેલી પ૦૦ કિલો વજન ધરાવતી મહિલાની બેરીયાટ્રીક સર્જરી  કરી છે ૧૦,૦૦૦ બેરીયાટ્રીક સર્જરી સહિત પ૦,૦૦૦ સર્જરી કરી છે પરંતુ જો પરેજી રાખવામાં ન આવે તો આ મેદસ્વીપણાની સર્જરી પછી પણ વજન વધી શકે અને હાલ ડાયાબીટીશના કારણે ૭૦ ટકા લોકો વિવિધ બીમારીના શિકાર બન્યા છે જાડાપણા ના ૮૦ ટકા કેસ ડાયાબીટીસના કારણે થાય છે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, શાળા કોલેજોમાં રમત ગમતનું મેદાન હોવુ જોઇએ જેથી વ્યાયામ થતા બિમારી નાનપણ થી જ અટકી શકે સ્યુગરના કારણે અનેક બિમારી થાય છે જે રીતે સિગારેટના બોક્ષ પર લખાય છે કે સિગારેટ કિલ તેમ સ્યુગર કિલ લખવુ જોઇએ મોંઘી સારવારનું કારણ આપતા કહયુ કે જીએસટી જેવા સરકારના અનેક ટેક્ષ હોવાનું જણાવેલ હતુ તેમજ સરકાર તબીબોને સંશોધન માટે પુરતુ ફંડ આપતી ન હોવાની પણ વ્યથા વ્યકત કરેલ આ તકે અન્ય તબીબોને આધુનિક સર્જરી અંગે માહિતી મળી રહે તે માટે સર્જરીનું લાઇવ કરવામાં આવ્યુ હતું અને તબીબો દ્વારા કરવામાં આવતી પ્રશ્નોતરીનું નિરાકરણ માર્ગદર્શન આપવામાં આવતુ હતું.

(3:19 pm IST)