Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઠારમાં ઠુઠવાતા લોકોઃ નલીયા ૯.૮ ડીગ્રી

ગિરનાર પર્વત-૧૧.૦, ગાંધીનગર ૧૧.૪, કંડલા એરપોર્ટ ૧૧.૭, સુરેન્દ્રનગર ૧ર.૦, રાજકોટ ૧ર.પ ડીગ્રી

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળો જામતો જાય છે અને લોકોને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. લઘુતમ તાપમાનનો  પારો નીચે ઉતરી જતા લોકોને વહેલી સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થતા 'ઠાર'નો અહેસાસ થાય છે અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા નજરે પડે છે.

ધીમે-ધીમે ઠંડીમાં વધારો થતા હવે શિયાળો જામ્યો હોય તેવો અહેસાસ થાય છે. આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં ઠંડીનો માહોલ યથાવત છે સૌથી નીચુ તાપમાન ડીસામાં ૯.૦, નલીયા ૯.૮, ગિરનાર પર્વત ૧૧.૦, રાજકોટ ૧ર.પ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

સોરઠમાં પવનનું જોર યથાવત રહેવાની સાથે ગિરનાર ખાતે ૧૧ ડીગ્રી ઠંડી નોંધાઇ છે.જૂનાગઢ શહેર સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી ફુંકાતો પવન આજે પણ યથાવત રહયો છે. જૂનગઢમાં ઝંઝાવાતી પવનને લઇને કેટલાંક હોર્ડીગ્સ તુટી પડયા હતાં.

ગઇકાલે જૂનાગઢનું તાપમાન ૧૭.૪ ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાન ૧.૪ ડીગ્રી ઘટીને ૧૬ ડીગ્રી નોંધાતા ગુલાબી ઠંડી રહી હતી.

જુનાગઢનાં ગીરનાર પર્વત પર અગીયાર ડીગ્રી ઠંડી રહી છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ર ટકા અને પવનની પ્રતિ કલાકની ગતિ ૮.૧ કી. મી.ની રહી હતી.

ભાવનગર

ભાવનગર : દિવસભર સુસવાટા મારતા પવન સાથે કડકડતી ઠંડી પડી રહી છે. મહત્તમ તાપમાન ઘટી ૧૪.ર ડીગ્રી નોંધાયુ છે. જયારે પવનની ઝડપ પણ વધી ૧૬ કી. મી. પ્રતિકલાકની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા નોંધાયું છે. ઠંડા પવનને કારણે લોકોએ ઠંડી અનુભવી હતી. હજુ કાતીલ ઠંડી પડશે તેવું હવામાન શાસ્ત્રી એ જણાવ્યું હતું.

ધારી

ધારી :.. ધારીમાં આજે ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ધ્રુજી ઉઠયા હતાં. આજે દિવસ દરમ્યાન ઠંડા પવનો ફુંકાતા શહેર ઠંડુગાર બની ગયું હતું. લોકોએ ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લીધો હતો. પવનના સુસવાટા સાથે ઠંડીને લઇને બજારોમાં લોકોની ચહલ-પહલ નહિવત જોવા મળી હતી. સવારે શેરી - મહોલ્લામાં તાપણાના સહારે હૂંફ મેળવતા લોકો જોવા મળ્યા હતાં. સવારની શાળાઓમાં બાળકોની હાજરીમાં ઘટાડો નોંધાયો હતો. ધારી શહેરનું આજનું મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી નોંધાયુ હતું. ભેજનું પ્રમાણ ૬ર ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક પ કિ. મી. ની રહી હતી. શહેરીજનોને સિઝનની પ્રથમ કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. (પ-૧પ)

રાજકોટમાં ઠંડીમાં આંશિક ઘટાડો : ૧૨.૫ ડિગ્રી

રાજકોટ શહેરમાં ગઈકાલે ૧૧ ડિગ્રીએ તાપમાન પહોંચી ગયા બાદ આજે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે જો કે ઠાર સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૧.ર ડીગ્રી

ડીસા

૯.૦ ડીગ્રી

વડોદરા

૧ર.૮ ડીગ્રી

સુરત

૧૭.૮ ડીગ્રી

રાજકોટ

૧ર.પ ડીગ્રી

ભાવનગર

૧૭.૦ ડીગ્રી

પોરબંદર

૧૭.પ ડીગ્રી

વેરાવળ

૧૭.૧ ડીગ્રી

દ્વારકા

૧૭.ર ડીગ્રી

ઓખા

૧૯.૩ ડીગ્રી

ગિરનાર પર્વત

૧૧.૦ ડીગ્રી

ભુજ

૧ર.૪ ડીગ્રી

નલીયા

૯.૮ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧ર.૦ ડીગ્રી

ન્યુ કંડલા

૧૪.પ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૧.૭ ડીગ્રી

અમરેલી

૧પ.૦ ડીગ્રી

ગાંધીનગર

૧૧.૪ ડીગ્રી

મહુવા

૧૬.૧ ડીગ્રી

દિવ

૧૮.૬ ડીગ્રી

વલસાડ

૧૩.૬ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૩.૪ ડીગ્રી

જુનાગઢ

૧૬.૦ ડીગ્રી

(12:25 pm IST)