Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પ્રભાસ-પાટણના તાતીવેલા સીમમાં વીજ સ્ટાફને બેસાડી રખાયો અને હુમલો

વેરાવળ-પ્રભાસ-પાટણ, તા. ૧પ : પ્રભાસ-પાટણ તાબાના તાતીવેલા ગામે પીજીવીસીએલનો સ્ટાફ ધાન્યાવાવ ખેતીવાડી ફીડર ફોલ્ટી હોવાને કારણે લાઇન રીપેર કરવા ગયેલ ત્યારે ભોકણીયા વિસ્તારમાં રીપેરીંગ કામ શરૂ કરતા ત્યાં રહેતા લાખાભાઇ નામના માણસે સ્ટાફને કહેલ કે લાઇનનું કામ બંધ કરી દયો અને જયાં સુધી તમારા અધિકારી અહીં નહીં આવે ત્યાં સુધી કામ કરવા નહીં દઇએ તેમ કહી બેથી અઢી કલાક બેસાડી રાખેલ અને કામ કરવા દીધેલ નહીં અને લાખાભાઇએ તથા બાબુભાઇએ પણ કામ ન કરવા દીધેલ તેવામાં ડેપ્યુટી ઇન્જીનીયર સીંગળીયાને જાણ થતા પોલીસ સાથે ત્યાં આવેલ અને તે સમયે પણ એક અજાણ્યા શખ્સે સંગળીયા ઉપર પણ હુમલો કરેલ.

પ્રભાસ-પાટણ પોલીસમાં પીજીવીસીએલ કર્મચારી કૌશિક હડીયેલે આ અંગે બે નામજોગ અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩ર૩, ૩૩ર, ૩૪૧, ૧૮૬, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધી આ અંગે આગળની તપાસ અધિકારી એચ.એલ. કોડીયાતર કરી રહ્યા છે.

દરમ્યાન પ્રભાસ-પાટણ પીજીવીસીએલના ઇંજનેરે જીલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓને અલગથી પત્ર લખી કર્મચારીઓ માટે તે ફીડર ઉપર કામ કરવું ભયજનક હોય જેથી પોલીસ રક્ષણ આપવા પત્ર પાઠવેલ છે.

આ ઘટના વિજળીની સમસ્યા-મુશ્કેલીઓને કારણે બની હોવાનું કહેવાય છે. (૮.૬)

(12:10 pm IST)