Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

સુરતથી અમરેલી આવતી યુવતીની બેગમાંથી ૪ લાખના દાગીના ચોરાયા

અમરેલી તા.૧૬: સુરતના અડાજણમાં ગ્રીનસીટી રોડ પર રહેતી યુવતી શિલ્પાબેન દિપકભાઇ જોબનપુત્રા તા.૧૩/૧૨ની રાત્રીના સમયે સુરતના માતાવાડી વિસ્તારમાં ભૂમિ ટ્રાવેલ્સની બસ નં.જીજે ૧૪ એકસ ૯૯૬૫ વાળીમાં બેસીને પોતાના પિતાના ઘરે અમરેલી જઇ રહી હતો. તેની પાસે કુલ ૩ બેગ બતી. એક ટ્રોલી બેગ હતી જેમાં લોક મારવામાં આવ્યો નહતો. જે સોફા નીચે મૂકી હતી અને સોફા નીચે બે બેગ બીજા કોઇની પણ પડી હતી. ટ્રોલી બેગમાં દાગીનાના પાકીટ, પ જોડી કપડા વગેરે હતુ. જેમાં બે સોનાની ડાયમંડ વાળી બંગડી અંદાજીત ૪૫ ગ્રામ, ૧ સોનાની તૂટેલી બંગડી, ૧ સોનાનો બ્રેસલેટ, ૧ પેંડલ સેટ, ૧ સોનાનું મંગળસૂત્ર, ૧ સોનાનો ડાયમંડવાળો નાનો સેટ, ૧ લકી, જેંટ્સ વીંટી, બુટી,લેડિઝ ઘડીયાળ અને ૧૦ હજાર રૂપિયા રોકડા હતા.

રાતના સમયે સુરતથી બસમાં બેઠા બાદ આ બસ કુલ ૩ જગ્યાએ ઉભી રહી હતી જેમાં ૧ ભરૂચ અડાજણ વચ્ચે હોટલ વિશાલા, બીજી વખત ધંધુકામાં ચાની લારીએ અને ત્રીજી વખત ઢસા પાસે બસ ઉભી રહી હતી અબે ત્રણે વખત ફ્રેશ થવા માટે નીચે ઉતરીને ગયા હતા. તયર અબદ તા.૧૪ના આ બસ સવારણા પોણા નવેક વાગ્યાના અરસામાં લીલીયા ચોકડી અમરેલી પાસે આવી હતી ત્યાં પોતાની ત્રણે બેગ સાથે ઉતરી ગયા હતા અને સગા તેમને કારમાં તેડવા માટે આવ્યા હતા જેમાં બેસીને ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ બેગ ચેક કરતા તેમાંથી રૂ.૩ લાખ ૯૦ હજારન સોનાના ડાયમંડવાળા દાગીના અને ૧૦ હાજર રોકડા મળીને કુલ ૪ લાખની મત્તા ગાયબ થઇ ગઇ હોવાની ખબર પડી હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઇ છે અને મુસાફરોની વિગતો એકત્રિત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો ચે. સંભવતહ કોઇ જાણભેદુ વ્યકિ કે જેને બેગમાં કિંમતને સામાન હોઆની જાણ હોય તેના દ્વારા ચોરી કરવામાં આવી હોય અથવા તો રેકી કરીને વિગતો મેળવ્યા બાદ ચોરી કરવામાં આવી હોય તેવી શકયાત નકારી શકાતી નથી.

(12:51 pm IST)