Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

ધોરાજીમાં સેવાભાવિ ધર્મેશભાઇ બાબરિયા સહિત ૧૧ વિશિષ્ટ વ્યકિતઓનો સાંજે સન્માન સમારંભ

ધોરાજી તા. ૧૬ : પ્રથમ વખત એક સત્કાર સમારોહ ડી.જે. ડેરિયા એડવોકેટ તરફથી યોજાઇ રહયો છે નામી અને અનામી વ્યકિતઓની પસંદગી કરીને તેઓના કાર્યને અને કૃતિઓને બિરદાવવા તા. ૧૬ ના રોજ                      લેઉવા પટેલ સમાજ સ્ટેશન પ્લોટમાં સાંજે ૬ થી ૭ નો કાર્યક્રમ રાખેલ છે. જે ધોરાજીમાં વર્ષોથી એક આદર્શ ડોકટર તરીકે ની ફરજ બજાવતા અને અનેક રીતે પોતાની નિસ્વાર્થ સેવા આપનાર ડો. પ્રફુલભાઇ ફળદું તથા નામંકિત એડવોકેટ જેઓ હતાં તે સ્વ. બાબુભાઇ રેણપરા તથા જાંબાજ પી.એસ.આઇ.  માંથી પોતાની કારર્કિદી શરૂ કરનાર અને છેલ્લે મદદનિશ પોલીસ કમિશ્નર તરીકે નિવૃત થનાર કિરીટભાઇ એરડા કે જેઓ એ પોતાની કારર્કિદીમાં ૫૫૦ એવોર્ડ મેળવ્યા તેનું સન્માન તથા ધોરાજીના સપુત અને મહાન કવિ લેખક સ્વ. ચુનીલાલ મડીયા વતી તેના પરીવાર નું સન્માન કરાશે.

 પત્રકાર જે     ''માનવસેવા ટ્રસ્ટ'' ના નેજા હેઠળ અનેક સેવાઓ કે જેમાં એમ્બ્યુલન્સ, બલ્ડ  ડોનેશન તથા અનેક રોગોના ફ્રી નિદાન કેમ્પો વિગેરેની અભૂતપૂર્વ સેવા આપનાર ધર્મેશભાઇ બાબરિયા નું સન્માન થતા રાધેકૃષ્ણ ગૌશાળા-સ્ટેશન પ્લોટ ના નેજા હેઠળ રપ વર્ષ થી સેવા આપતાં મનસુખભાઇ જાગાણી તથા તેનું  ગ્રુપ કે જેમાં આજસુધીમાં પ હજાર ઉપરાંત પશુઓની સેવાઓ તેની  દવા કરી છે કવિ દાસ ઉપનામ સરસેવો કે જેનો વધુ માં વધુ કવિતા લખનાર તરીકે રેકોર્ડ છે.  તથા ધોરાજીમાં એડવોકેટ અમીનભાઇ નેવીવાલા કે જેઓએ જુદી જુદી સંસ્થાઓમાં સેવાઓ આપી છે તેનું તથા જેનું નામ સતત ધોરાજીમાં સેવાકિય પ્રવૃતિઓમાં ગાજતું રહે છે તેવા ડોકટર સી.વી. બાલધા કોલેજ પ્રિન્સી. કે.ઓ. શાહ સહિત વ્યકિતઓનું સન્માન કરાશે.

(11:34 am IST)